મહારાષ્ટ્રના આ આદિવાસી ગામમાં છેક હવે વીજળી પહોંચી!
Live TV
-
મહારાષ્ટ્રના એક ગામમાં આઝાદીના 70 વર્ષે વીજળી પહોંચી
મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ બુલુમગાવહનમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી વીજળી પહોંચી છે.
પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના 'સૌભાગ્ય' હેઠળ આ પહેલ હાથ ધરાઈ છે. અહેવાલ મુજબ, ગામમાં 105 ઘરોને વીજળી મળી છે. એક ગ્રામવાસીએ જણાવ્યું કે 'જ્યારે વીજળી નહોતી ત્યારે બહુ જ તકલીફ પડતી હતી. અમારાં બાળકો સૂર્યાસ્ત પછી ભણી નહોતા શકતા. અમે ખૂબ જ ખુશ છીએ.' આ ગામ સરકારી પ્રશાસન અને ગ્રામવાસીઓના સામૂહિક પ્રયાસોનું આદર્શ ઉદાહરણ બન્યું છે. ગામમાં માત્ર 500ની જ વસતિ છે. તેની નજીકનું શહેર 112 કિમી દૂર છે.
સરકાર હેઠળની રૂરલ ડેવલપમેન્ટ ફેલૉ સ્કીમ વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. વિકાસના લીધે ગ્રામવાસીઓ આનંદ અને ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે.