વડા પ્રધાન મોદીની 20 એપ્રિલે મેર્કેલ સાથે મુલાકાત
Live TV
-
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 એપ્રિલે જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મેર્કેલને મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન અને યુ.કે.ની મુલાકાત પૂરી કર્યા પછી જર્મનીમાં રોકાણ દરમિયાન તેનાં ચાન્સેલર એન્જેલા મેર્કેલને મળશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે "જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મેર્કેલના સૂચન પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન અને યુનાઇટેડ કિંગડમની તેમની મુલાકાતો પૂરી કર્યા બાદ 20 એપ્રિલે બર્લિનમાં ટૂંકું રોકાણ કરશે."
તેમની મુલાકાતમાં વડા પ્રધાન ચાન્સેલર મેર્કેલને મળશે અને બંને નેતાઓ દ્વિપક્ષી, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે.
આ વર્ષની 14 માર્ચે ચાન્સેલર મેર્કેલે પોતાની ચોથી મુદ્દત શરૂ કર્યા પછી આ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હશે.