પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 8 અમૃત પ્રોજેક્ટનું શિલારોપણ કરશે
Live TV
-
2,000 કરોડ રૂપિયાના મૂલ્યના 8 અમૃત પ્રોજેક્ટનું શિલારોપણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે.
પ્રધાનમંત્રીની મહારાષ્ટ્ર મુલાકાત
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન 2,000 કરોડ રૂપિયાના મૂલ્યના 8 અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) પ્રોજેક્ટનું શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધારે મકાનોનું લોકાર્પણ કરશે. સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના 15,000 મકાનોનું લોકાર્પણ પણ કરશે. જેના લાભાર્થીઓમાં હાથવણાટનાં હજારો કામદારો, વિક્રેતાઓ, પાવરલૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો, ડ્રાઇવરો વગેરે સામેલ છે. ઉપરાંત પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાની શરૂઆત કરશે.