Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી: PM મોદી આજે રાજસ્થાનમાં ચૂંટણી કરશે જંગી પ્રચાર, રાંચીમાં વિપક્ષી ગઠબંધન બતાવશે તાકાત

Live TV

X
  • રાજસ્થાના પીએમ મોદી લોકસભાના ઉમેદવાર લુમ્બરમ ચૌધરીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારમાં રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે. તેઓ જાલોર અને બાંસવાડામાં જાહેર સભાઓને સંબોધશે.  PM મોદી સવારે 11 વાગે ભીનમાલમાં જાલોર લોકસભાના ઉમેદવાર લુમ્બરમ ચૌધરીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી, બપોરે તેઓ બાંસવાડા ભાજપના ઉમેદવાર મહેન્દ્રજીત સિંહ માલવિયાના સમર્થનમાં ચૂંટણી રેલીમાં ભાગ લેશે.

    BJPએ પ્રચાર અભિયાન તેજ કર્યું

    ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાની ચુંટણી માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યુ છે. ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્વિમ બંગાળ, બિહાર અને અસમના ચુંટણી પ્રવાસે રહેશે. તેઓ પ્રચાર પ્રવાસની શરૂઆત પશ્વિમ બંગાળની દાર્જીલીંગ બેઠકના ઉમેદવાર રાજુ બીસ્ટ માટે જનસભાના સંબોધન કરશે.ત્યારબાદ બિહારના કટીહારમાં જનસભા અને સાંજે અસમના સિલચરમાં રોડ શો થકી ભાજપ માટે પ્રચાર કરશે. તો કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પશ્વિમ બંગાળના મુર્શીદાબાદ, માલદા ઉત્તર અને દાર્જીલીંગમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રચારની જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કરશે ત્યાર બાદ કર્ણાટકના હુગલી ખાતે બેઠક કરી જનસભાને સંબોધન કરશે.

    વિપક્ષ પણ કરશે તાબડતોડ રેલી

    લોકસભાની બીજા તબક્કાની ચુંટણીના મતદાન માટે વિપક્ષએ પણ આક્રમક પ્રચારની રણનીતિ અપનાવી છે. વિપક્ષી ગઠબંધ I.N.D.I.Aના સાથી પક્ષોની આજે રાચીના ઉલગુલાન ખાતે મહારેલી કરશે. જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી,તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, દિપાંકર ભટ્ટાચાર્ય,સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ હાજર રહેશે. આ સિવાય I.N.D.I.A ગઠબંધના સાથી પક્ષોના નેતાઓ પણ હાજરી આપશે. સાથે જ બસપા પ્રમુખ અમરોહામાં ચૂંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી છત્તીસગઢ અને સીતારામ યેચુરી કેરળમાં પ્રચાર કરશે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply