પ્રધાનમંત્રી મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં કરશે જંગી ચૂંટણી પ્રચાર
Live TV
-
લોકસભા ચૂંટણી માટે પ્રચાર કાર્ય હવે વેગ પકડવા લાગ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળ અને બિહારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ બિહારના જમુઈ અને બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. બીજી તરફ પીએમ મોદીની રેલી બાદ મમતા બેનર્જી કૂચ વિહારમાં બે ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ સાત તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. 1 જૂને છેલ્લા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.
બિહારમાં પીએમ મોદી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમુઈથી ચૂંટણી શંખનાદ કરશે. જમુઈમાં યોજાનાર આ પહેલી ચૂંટણી સભામાં તમામ ઘટક પક્ષોના મોટા નેતાઓ હાજર રહેશે. આ દરમિયાન સીએમ નીતિશ કુમાર સહિત બિહાર NDAના તમામ નેતાઓ મંચ પર હાજર રહેશે. ગઠબંધનમાં જમુઈ સીટ લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસના ફાળે ગઈ છે. પીએમ મોદી જમુઈથી પ્રચાર કરીને બિહારને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કરશે.બિહાર બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં રેલી કરશે.
પશ્ચિમ બંગાળમાં કૂચ વિહારમાં કરશે પ્રચાર
પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં કૂચ બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે. રેલી યોજીને આજે ફરી એકવાર સંદેશખાલીનો મુદ્દો ઉઠાવી શકે છે. આ ચૂંટણી સિઝનમાં આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ એક જ દિવસે એક મતદારક્ષેત્રના મતદારોને સંબોધિત કરશે. જ્યાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી બપોરના સુમારે કૂચ બિહારમાં રેલી યોજવાના છે. તેમજ, પીએમ મોદી લગભગ 3 વાગે મતવિસ્તારના રાસલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે.