Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ પ્રથમવાર 23 વિજેતાઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચે પ્રથમવાર નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કર્યા હતા. આ એવોર્ડ કહાની કહેવા, સામાજિક પરિવર્તન, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ, ગેમિંગ સહિત અન્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.  આ પુરસ્કારમાં ભારે લોકભાગીદારી જોવા મળી છે. મહત્ત્વનું છે કે, પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા. વોટિંગ રાઉન્ડમાં, વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ 10 લાખ મત પડ્યા હતા.

    જયા કિશોરી, મૈથાલી ઠાકુર અને ગૌરવ ચૌધરીને એવોર્ડ

    આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ મોદી નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર લોકોને પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટોરી ટેલર જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ અર્પણ કર્યો હતો. આ એવોર્ડમાં મૈથાલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઑફ ધ યરનો એવોર્ડ મળ્યો. પીએમ મોદીએ ડ્રુ હિક્સને ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કર્યો. પીએમ મોદીએ ગૌરવ ચૌધરીને ટેકનિકલ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જકનો એવોર્ડ એનાયત કર્યો હતો. કામિયા જાનીને ફેવરિટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    20 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા

    આ સિવાય પીએમ મોદીએ પંકતિ પાંડેને ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ આપ્યો હતો. PMએ રણવીર અલ્લાહબાદિયાને ડિસ્ટ્રપ્ટર ઑફ ધ યરનો એવોર્ડ આપ્યો. કીર્તિકા ગોવિંદાસામીને શ્રેષ્ઠ વાર્તા લેખકનો એવોર્ડ એનાયત કરાયો હતોમલ્હાર કલામ્બેને સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ આપવામાં આવ્યો હતો. પીએમ મોદીએ જાહ્નવી સિંહને હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ એનાયત કર્યો. આ સાથે શ્રદ્ધાને મોસ્ટ ક્રિએટિવ પ્રોડ્યુસર-ફીમેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર-મેલ એવોર્ડ આરજે રૌનકને આપવામાં આવ્યો હતો. બેસ્ટ ક્રિએટર ઇન ફૂટ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ કબીતા સિંઘ (કબીતાઝ કિચન)ને આપવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply