પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે, 12થી 16 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન
Live TV
-
દર વર્ષે 12થી 16 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે, યુવાનોને દેશની વિકાસ યાત્રાનો મુખ્ય હિસ્સો બનાવવામાં આવે. આ પ્રયાસના અન્ય એક પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું ઉદઘાટન કરશે. દર વર્ષે 12થી 16 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આ વર્ષે મહોત્સવનું યજમાન રાજ્ય મહારાષ્ટ્ર છે. આ વર્ષના ફેસ્ટિવલની થીમ ‘વિકસિત Bharat@ 2047 છે. યુવાનો માટે, યુવાનો દ્વારા’.
National Youth Festivalનો આશય એક એવું ફોરમ ઊભું કરવાનો છે, જ્યાં ભારતનાં વિવિધ ક્ષેત્રોનાં યુવાનો પોતાનાં અનુભવો વહેંચી શકે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે સંયુક્ત રાષ્ટ્ર માટે પાયો મજબૂત કરી શકે. નાસિક ખાતેના મહોત્સવમાં દેશભરમાંથી 7,500 જેટલા યુવા પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વદેશી રમતો, ડિક્લેમેશન અને થિમેટિક આધારિત પ્રેઝન્ટેશન, યંગ આર્ટિસ્ટ કેમ્પ, પોસ્ટર મેકિંગ, સ્ટોરી રાઇટિંગ, યુથ કન્વેન્શન, ફૂડ ફેસ્ટિવલ વગેરે સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.