પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં 12,700 કરોડથી વધુ મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે
Live TV
-
ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો શિલાન્યાસ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે 4:15 વાગ્યે નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નવી મુંબઈમાં જાહેર કાર્યક્રમમાં રૂ.12,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો શિલાન્યાસ કરશે. 8700 કરોડથી વધુના ખર્ચે 9.2 કિ.મી.ની આ ટનલ બનાવવામાં આવશે અને તે મુંબઈમાં નોંધપાત્ર માળખાગત વિકાસ હશે. જે ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિન્કિંગ વોટર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે. 1,975 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો મળશે, જેનો લાભ આશરે 14 લાખ લોકોને મળશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આશરે 2000 કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં ‘ઉરણ-ખારકોપર રેલવે લાઇનનો બીજો તબક્કો'નું લોકાર્પણ સામેલ છે. જે નવી મુંબઈ સાથેની કનેક્ટિવિટી વધારશે. પ્રધાનમંત્રી ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધી ઇએમયુ ટ્રેનના ઉદઘાટન દોડને પણ લીલી ઝંડી આપશે. રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર અન્ય રેલ પ્રોજેક્ટ્સમાં થાણે-વાશી/પનવેલ ટ્રાન્સ-હાર્બર લાઇન પર નવું ઉપનગરીય સ્ટેશન ‘દિઘા ગાંવ' અને ખાર રોડ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચેની નવી છઠ્ઠી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી મુંબઇના હજારો દૈનિક મુસાફરોને ફાયદો થશે.
પ્રધાનમંત્રી સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન –સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સીઇપીઝેડ સેઝ) ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ‘ભારત રત્નમ' (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદઘાટન કરશે, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ મશીન છે, જેમાં 3ડી મેટલ પ્રિન્ટિંગ સામેલ છે. આમાં વિશેષ સક્ષમ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્ર માટે કાર્યબળના કૌશલ્ય માટે એક તાલીમ શાળા હશે. મેગા સીએફસી જેમ્સ એન્ડ જ્વેલરી વેપારમાં નિકાસ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને સ્થાનિક ઉત્પાદનને પણ મદદ કરશે. પ્રધાનમંત્રી સીઈપીઝેડ- સેઝમાં ન્યૂ એન્ટરપ્રાઇઝિસ એન્ડ સર્વિસીસ ટાવર (નેસ્ટ)-01નું ઉદઘાટન પણ કરશે. નેસ્ટ-01 મુખ્યત્વે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના એકમો માટે છે. જેને હાલની સ્ટાન્ડર્ડ ડિઝાઇન ફેક્ટરી-Iમાંથી સ્થાનાંતરિત કરવામાં આવશે. નવા ટાવરને મોટા પાયે ઉત્પાદન માટે અને ઉદ્યોગની માંગ મુજબ બનાવવામાં આવ્યો છે.