નર્મદા ડેમની 241 કી.મી.માં 950 સુરક્ષા કર્મીચારીઓનો પહેરો
Live TV
-
15 માર્ચ પછી કેનાલ માંથી સિંચાઈમાં પાણી લેવા પર મનાઈ ફરમાવી.
સરદાર સરોવર નર્મદા ડેમ માં ગત વર્ષ કરતા ઓછા પાણીને કારણે ગુજરાત સરકારે, ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો આગવો નિર્ણય લીધો જેથી, આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાના પીવાના પાણી માટે કોઈ સંકટ ના રહે અને માટે જ નર્મદા બંધ સ્થળથી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 241 કિમિમાં 950 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા પહેરો ભરે છે અને SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે, કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાં નર્મદા મુખ્ય કેનાલથી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે. જયારે ધાગંધ્રાખાતે એક પીઆઇ, બે પીએસઆઇ અને 111 જવાનો મળી 120 સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે. આમ કેનાલો પર 900 સુરક્ષા કર્મીઓ તપાસ કરશે કે કોઈ વચ્ચેથી પાણી લઇ રહ્યા છે કે નહિ. આ બાબતે કેવડિયા SRP ના DYSP એલ.પી.ઝાલા એ દૂરદર્શન ને જણાવ્યું હતું કે સરકાર ની સૂચના પ્રમાણે કેનાલો પર સુરક્ષા કવચ છે અને હવે 15 માર્ચ પછી કેનાલ માંથી સિંચાઈમાં પાણી લેવા પર મનાઈ ફરમાવી છે ત્યારે નર્મદા નિગમ ના અધિકરીઓ સાથે રહી, જો કોઈ ખેડૂત બકનળીથી પાણી લેતા ઝડપાસે, તો નિગમના અધિકારી ફરિયાદી બનશે અને જેની સામે ફરિયાદ નોંધી ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.