કચ્છનો ટપ્પર ડેમને પાણીથી ભરવાનો સરકારે કર્યો નિર્ણય
Live TV
-
પાણીની અછત વચ્ચે ડેમમાં ઉભી થયેલી ક્ષતી અને આવનારા જળ સંકટને વધુ તીવ્ર બનાવે તેવી સંભાવના.
કચ્છમાં જળ સંકટ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે, ટપ્પર ડેમને પાણીથી ભરવાનો નિર્ણય કર્યો હતો. જે પાણી આ કેનાલ મારફતે આવતું હતું તે ડેમના કેનાલનું ,ફ્લોરિંગ તૂટી પડ્યું હતું. આ ડેમ પૂરો ભરાય તે પહેલાં જ કેનાલનું ફ્લોરિગ તૂટતાં ઘણી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણીની અછત વચ્ચે ,ડેમમાં ઉભી થયેલી આ ક્ષતી ,આવનારા જળ સંકટને વધુ તીવ્ર બનાવે તેવી સંભાવના છે. હાલ પૂરતું ડેમમાં પાણી ભરવાનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે. નર્મદાની જળ સપાટી 105. 45 મીટર થઈ ચૂકી છે અને છેલ્લા 24 કલાકમાં છ સેન્ટીમીટર જેટલો ઘટાડો થયો છે.