અરવલ્લીના કલેક્ટરે દ્વારા ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાને પહોંચી વળવા કમિટી બનાવી
Live TV
-
અરવલ્લી જિલ્લા વાસીઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે અને તેની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે કલેકટર દ્વારા જિલ્લાસ્તરે દરેક ખાતાના અધિકારીઓનો સમાવેશ કરી એક કમિટી બનાવવામાં આવી છે
ઉનાળાની મોસમ આ વખત ખેડૂતો માટે કપરી સાબિત થવાના એંધાણ છે. આવા સંજોગોમાં અરવલ્લી જિલ્લા વાસીઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે અને તેની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે કલેકટર દ્વારા જિલ્લાસ્તરે દરેક ખાતાના અધિકારીઓનો સમાવેશ કરી એક કમિટી બનાવવામાં આવી છે. મહિનાના બીજા અને ચોથા સોમવારે કમિટીની બેઠક યોજવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકાના ગામોમાં પડનારી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાને પહોંચી વળવા 1.66 કરોડની ફાળવણી કરાઈ છે જે અંતર્ગત જિલ્લાના 23 ગામોમાં નવા હેન્ડ પમ્પ બનાવવા ઉપરાંત હેન્ડ પમ્પ રીપેરીંગ માટે 10 ટિમો બનાવાઈ છે. જ્યારે 18 ગામોમાં નવા બોરના કામો હાથ ધરવામાં આવશે.