ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને ઇશરત જહાંના કથિત એન્કાઉન્ટર કેસમાં કોર્ટે આપી મોટી રાહત
Live TV
-
ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને દેશમાં ચકચાર જગાવનાર ઇશરત જહાંના કથિત એન્કાઉન્ટર કેસમાં કોર્ટે મોટી રાહત આપી છે.
ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને દેશમાં ચકચાર જગાવનાર ઇશરત જહાંના કથિત એન્કાઉન્ટર કેસમાં કોર્ટે મોટી રાહત આપી છે. અમદાવાદની સીબીઆઇ કોર્ટે પી.પી. પાંડેની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી દીધી છે. પી.પી. પાંડે સામે હત્યા, અપહરણ તેમજ કાવતરૂ ઘડવાના આરોપો હતા. આ તમામ આરોપોમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટના જજ જે.કે. પંડ્યાએ પી.પી. પાંડેને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. કથિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ પાંડેની જુલાઇ 2013માં ધરપકડ કરી હતી. લગભગ 19 મહિના સુધીજેલમાં રહ્યાં બાદ પાંડેને ફેબ્રુઆરી 2015માં જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જામીન પર મુક્ત થયાં બાદ રાજ્ય સરકારે તેમને પોલીસ વિભાગમાં ફરી નિયુક્ત કર્યા હતાં. ત્યાર બાદ રાજ્ય સરકારે તેમને ઇન્ચાર્જ ડીજીપીનું પદ સોંપ્યુ હતું. જોકે સુપ્રિમ કોર્ટના નિર્દશો બાદ પી.પી. પાંડેએ ડીજીપી પદેથી રાજીનામુ ધરી દીધું હતું.