તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં થયેલ કામગીરી વિષે વાંચો વિગતે માહિતી
Live TV
-
ભાજપના ધારાાસભ્યો સર્વે મોહનભાઇ ઢુંઢીયા, જગદીશ પંચાલ, પ્રવિણ મારુ, ડો. આશાબેન પટેલે પણ આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લઇ સરકારની નીતિઓની પ્રસંશા કરી હતી અને અત્યાર સુધીની કામગીરીને બિરદાવી હતી.
14મી ગુજરાત વિધાનસભાના સોમવારથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રના પ્રારંભે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ કરેલા સંબોધન બદલ રાજ્યપાલશ્રીનો આભાર માનતા પ્રસ્તાવ પર ગૃહમાં ત્રણ દિવસની ચર્ચાનો પ્રારંભ બુધવારે થયો હતો.
રાજ્યપાલના સંબોધન બદલ આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાનીએ ભાજપ સરકાર પર પસ્તાળ પાડી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું, કે મુખ્યમંત્રી વિજય રૂપાાણીની સરકારે ૩૬૫ દિવસમાં ૪૭૫થી વધુ નિર્ણયો લીધા છે. તમારી નિર્ણાયક, પારદર્શિ, પ્રગતિશીલ, અને સંવેદનશીલ સરકાર છે, ત્યારે જનતામાં આટલો આક્રોશ શેના માટે છે ? તેમ કહી શ્રી ધાનાનીએ , પ્રશ્નોની ઝડી વરસાવી હતી. તેમણે પુછ્યું , કે આટલા બધા નિર્ણયો લેવાયા છે , તો પછી શા માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી ? ફિક્સ પે કર્મચારીઓને પોષણક્ષમ પગાર કેમ મળતો નથી ? કરાર આધારિત નિમણૂકથી , વહીવટી તંત્ર બેદરકાર બની રહ્યું છે.
બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરનારી સરકારમાં , દિકરીઓની આબરું બચાવો તોય ઘણું છે , એમ કહી શ્રી ધાનાનીએ , ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વિપક્ષી નેતાએ વેપારી, વ્યવસાયકારો પર લાગુ થયેલા ,, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સથી ઊભી થયેલી પારાવાર પરેશાનીના મુદ્દાને પણ , રજૂ કર્યો હતો. અમારી લાગણી અને માગણી એટલી જ છે , કે વેપારીઓ, નાના વ્યવસાયકારોને , નાહકના હેરાન કરવાનું બંધ કરો.
પેટ્રોલ, ડીઝલ પર જંગી વેરાથી પ્રજા કેમ પિસાય છે ? તેવો પ્રશ્ન કરતાં , તેમણે એમ પણ પુછ્યું , કે કેમ ગરીબોને સસ્તા મકાન-પ્લોટ મળતા નથી? શા માટે સરકારી હોસ્પિટલો ખાનગી ક્ષેત્રને પધરાવી દેવાય છે ? મેટ્રોના ઠેકાણા નથી , ને બુલેટ ટ્રેનના સપના શા માટે દેખાડો છો ? ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો લાવો છો, ગૌ માંસનો વેપાર કેમ વધી રહ્યો છે ? ગરીબોનું અનાજ બારોબાર પગ કરી કેવી રીતે જાય છે ? આ બધા પ્રશ્નોના જવાબ, ગુજરાતની જનતા મુખ્યમંત્રી પાસે માગી રહી છે.
કાળા નાણાં પાછા લઇ આવવાની ,, અને લોકોના ખાતામાં પંદર પંદર લાખ જમા કરાવવાની વાતનો અમલ ક્યારે થશે.
વીસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું , કે ગુજરાતની જનતાએ ભાજપને સતત છઠ્ઠી વખત , સત્તાના સૂત્રો સોંપ્યા છે. તે ભાજપની પ્રજાલક્ષી, ખેડૂતલક્ષી, યુવા લક્ષી, મહિલા લક્ષી, સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટેની અનેક યોજનાઓ, કાર્યક્રમોને આભારી છે. ચીખલીના ભાજપના ધારાસભ્ય , નરેશ પટેલે પણ ચર્ચામાં ભાગ લઇ , રાજ્યપાલના પ્રવચનમાં રજૂ થયેલી સરકારની કામગીરીની પ્રસંશા કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સુખરામ રાઠવાએ ચર્ચામાં ભાગ લેતાં , આદિવાસીઓને ગુમરાહ કરવા બદલ , ભાજપ સરકાર પર નિશાન તાંક્યું હતું. શ્રી રાઠવાએ કહ્યું , કે ભાજપ સરકાર , ૨૨ વર્ષમાં વંચિતોનાા વિકાસ કર્યાની અનેક વાતો કરે છે. પરંતુ માત્રને માત્ર સરકારી હોર્ડિંગ્સ સિવાય , ક્યાંય વિકાસ કર્યો નથી. આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ યોજનાની વાતો કરાય છે, પરંતુ આદિવાસીઓને એમના હક્કો મળ્યા નથી. માત્રને માત્ર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો જ પ્રયાસ કરાયો છે. વનબંધુ યોજના હેઠળ , વીસ હજાર ને ચાળીસ હજાર કરોડના ખર્ચની વાતો અહીં થાય છે, પરંતુ વાસ્તવમાં આ ખર્ચ ક્યાં કરાયો છે , એ આદિવાસીઓને આજેય ખબર નથી.
તેમણે કહ્યું , કે જંગલમાં ખેતી કરતા આદિવાસીઓને જમીન આપવાનો કાયદો , યુપીએ સરકારમાં લવાયો હતો, પરંતુ આજે પણ જમીનના હક્ક માટેની લાખો અરજીઓ , સરકારી દફતરે પેન્ડિંગ છે.
કોંગ્રેસના સભ્ય ચંદ્રિકાબેન બારિયાએ , ભાજપના ચીખલીના ધારાસભ્યને ટોણો મારતા કહ્યું , કે તમે આદિવાસી વિસ્તારોના વિકાસની વાતો કરો છો, પરંતુ ચૂંટણી ટાણે તમારા વિસ્તારમાં આવી , ત્યારે પીવાનું પાણી પણ મળ્યું ન હતું !
ભાજપના ધારાાસભ્યો , સર્વે શ્રી મોહનભાઇ ઢુંઢીયા, જગદીશ પંચાલ, પ્રવિણ મારુ, ડો. આશાબેન પટેલે પણ , આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લઇ , સરકારની નીતિઓની પ્રસંશા કરી હતી, અને અત્યાર સુધીની કામગીરીને બિરદાવી હતી.
બુધવારે વિરામ બાદ , ગૃહ પુન: બપોરે ૩.૧૫ કલાકે મળ્યું , ત્યારે ટ્રેઝરી બેન્ચ ઉપર વિવિધ મંત્રીઓની ગેરહાજરીના મુદ્દે, કોંગ્રેસના ઉપ નેતા શૈલેષ પરમારે વાંધો લીધો હતો , અને અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ માગણી કરી હતી , કે મંત્રીઓની ગેરહાજરીના કારણે , આભાર પ્રસ્તાવ પરની ચર્ચાને મોકુફ રાખવી જોઇએ. જોકે, ગૃહમાં કોંગ્રેસે આવો મુદ્દો ઊઠાવ્યો છે , એવી જાણ થતાં જ , થોડીક પળોમાં જ કેટલાક મંત્રીઓ આવી પહોંચતા , મામલો થાળે પડ્યો હતો , અને ચર્ચા આગળ વધી હતી.
ભાજપના ધારાાસભ્યોએ કરેલી પ્રસંશાનો છેદ ઉડાડતા , કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સી. જે. ચાવડાએ કહ્યું , કે આજે ભાજપ જે શ્વેતક્રાંતિની વાતો કરે છે , તે કોંગ્રેસના શાસનની દેન છે. કોંગ્રેસના સમયમાં , દરેક જિલ્લામાં ડેરીઓની સ્થાપના કરી હતી. તેમણે રાજ્યની આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કથળેલી સ્થિતિની પણ આકરી ટીકા કરી હતી. શ્રી ચાવડાએ ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં દરેક જિલ્લાા, તાલુકા, નગરોમાં સરકારી શાળાઓ, હોસ્પિટલ કે દવાખાનાઓ ખોલવામાં આવ્યા હતા. આજે ભાજપના શાસનમાં , શિક્ષણ અને આરોગ્ય સેવાનું રીતસર ખાનગીકરણ કરી દેવાયું છે. તેમણે સરકારી ઉત્સવો પાછળ થતાં ખર્ચાઓની ટીકા કરી હતી.