Skip to main content
Settings Settings for Dark

મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની આજે જન્મજયંતિ

Live TV

X
  • ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં 22મી ફેબ્રુઆરી 1882ના રોજ થયો હતો. જેમને મહાગુજરાતના પ્રણેતા તરીકે ઓળખાય છે

    આજે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની આજે જન્મજયંતિ છે..અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા માટે સપ્ટેમ્બર-૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલ મહાગુજરાત ચળવળને ચાર-ચાર વર્ષનાં વહાણાં વાયાં બાદ છેવટે ૧લી મે, ૧૯૬૦નાં રોજ સફળતા મળી જ્યારે કેન્દ્ગ સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો.ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું અને હાલનાં સ્વર્ણિમ અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ થયું. ગુજરાતને વિભાજિત કરવા માટે ઈ.સ.૧૯૫૮ થી ઈ.સ. ૧૯૬૦ના સમયગાળામાં ચાલેલા મહાગુજરાતની ચળવળમાં આંદોલનનો શંખનાદ કરી ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનું પ્રદાન અત્યંત નોંધપાત્ર છે સંસદમાં  દ્રીભાષી  રાજ્યનો  ઠરાવ  સ્વીકાર્યો.  તે  જ   દિવસે  અમદાવાદના  લો  કોલેજના  વિધ્યાથીઓની  સભામાં  પગલાં   સમિતિની  રચના  કરવામાં  આવી.  વિધ્યારથીઓએ  સ્વયભૂ  દેખાવો  શરુ  કર્યા.  જે  ઘટનાએ  ધીમે  ધીમે  આંદોલન  ઉગ્ર  બનાવ્યું.  લોકોનો  રોષ  ભભૂકવા  લાગ્યો;  પરંતુ  તે  વખતના  નેતાઓ  આ  રોષને  સમજી  શક્યા  નહી  અને  તેની  અવગણના  કરી.મહાગુજરાત આંદોલનની ચળવળ સમયે પોતાની પાસેની ઝોળીમાં સીંગ-ચણા લઈને રાતદિવસ જોયાં વિના ગુજરાતને અલગ અસ્તિત્વની ઓળખ આપનારાં ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું કે હું તો પગથી પર જીવતો આદમી છું. સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તોપણ કાર્ય કરતાં કરતાં 

    ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં 22મી ફેબ્રુઆરી 1882ના રોજ થયો હતો. જેમને મહાગુજરાતના પ્રણેતા તરીકે ઓળખાય છે. તેમનું અવસાન 17મી જુલાઈ,1972ના રોજ થયું હતું. તેમણે બી.એ અને એલ.એલ.બીનો અભ્યાસ કર્યો હતો. તેમના જીવનકાળમાં ઈન્દુભાઈ યાજ્ઞિકે અનેક ક્ષેત્રમાં કામ કર્યું હતું જેમાં વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણનો સમાવેશ થાય છે.1912માં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બે વર્ષ વકીલાત કરી હતી. ત્યારબાદ 1915માં પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. જેમાં બે સામાયિકો યંગ ઈંડિયા અને નવજીવનની શરૂ કરી હતી. જે બાદમાં ગાંધીજીને સોંપ્યાં હતાં. 1925થી 1930ના ગાળા દરમ્યાન વિદેશયાત્રા કરી હતી. 1956માં મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા બની ગયા હતાં.આ ઉપરાંત અમદાવાદના મિલમજૂરોના નેતા, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા, અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો. અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતાં. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે નવલકથા માયા અને આત્મકથા છ ભાગમાં લખી હતી. આ ઉપરાંત અમુક નાટકોનો પણ સમાવેશ થાય છે. મહાગુજરાતની  આ  ચળવળ  ધીમે  ધીમે  હિંસક  બની.  તોફાનો  તથા  ગોળીબારોથી  લોકમત  વધુ  ઉશ્કેરાતો  હતો.  આ  આંદોલનને  ઇન્દુલાલ  યાજ્ઞિક,  જયંતિ  દલાલ,  બ્રહ્મકુમાર  ભટ્ટ  વગેરે  નેતાઓનું  માર્ગદર્શન  મળ્યું.  આ  આંદોલન  લોકઆંદોલન  બન્યું.  અને  સમગ્ર  ગુજરાતમાં  પ્રસર્યું.  ઇન્દુલાલ  યાજ્ઞિકની  આગેવાની  હેઠળ  મહાગુજરાત  માટે  ચળવળ  કરનાર  બધા  રાજકીય  પક્ષોએ  સપ્ટેમ્બર,  ૧૯૫૬ ના   રોજ  મહાગુજરાત  જનતા  પરિષદની   સ્થાપના  કરી.  ગુજરાતના  અલગ  રાજ્ય  માટેની ચળવળ આ પરિષદે ચાલુ રાખી.લોકો  રાષ્ટ્રીય  નેતાઓની  સભા  વખતે  જાતે  બંધ  પાળીને  તેનો  બહિષ્કાર  કરતા.  ઇન્દુલાલ  યાજ્ઞિકને  સાંભળવા  લોકો  ઊમટી  પડ્યા  હતા  અને  ચળવળ  ઉગ્ર  બનતી  હતી,  જેની  પ્રતીતિ  અનેક  પ્રસંગોથી  થતી  હતી.ઈ.સ.  ૧૯૫૮માં  જનતા  પરિષદે  આંદોલનમાં  મૃત્યુ  પામેલા  યુવકોની  યાદ  માટે  અમદાવાદમાં  લાલ  દરવાજા  નજીક  શહીદ  સ્મારક  રચવાનો  નિર્ણય  કર્યો.  ફરી  સ્થળ  અંગે   વિવાદ  સર્જાતા  તોફાનો  થયા.  જાહેર  અને  ખાનગી  મિલકતોને  નુકસાન  થયું.  દ્રીભાષીના  સમર્થકોને  જાહેરમાં  આવવાનું  તથા  પ્રવચન  કરવાનું  મુસ્કેલ  બન્યું.  ઇન્દુલાલ્  યાજ્ઞિક શહીદ  સ્મારક  સત્યાગ્રહ  વગેરેનું  સંચાલન  કરી  જનતાના  ચાચા   બન્યા.  અમદાવાદમાં  ઇન્દુચાચાની  ભવ્ય  પ્રતિમા  આજે  પણ  છે.

    ભારતની આઝાદી માટેની અહિંસક જંગ પછી મહાગુજરાત ચળવળને અહિંસાના રસ્તે હક મેળવવાનો મોટુ આંદોલન ગણવામા આવે છે. જેમ ગાંધીજીએ ઉપવાસનુ અહિંસક શસ્ત્ર આપ્યુ તેમ મહાગુજરાત આંદોલને જનતા કરફ્યુ અને પેરલલ મિટીંગ જેવા બે અહિંસક શસ્ત્રો આપ્યા છે. મહાગુજરા આંદોલન દરમિયાન પોલીસ ફાયરીંગમા બે યુવકોના મોતથી જ્યારે અમદાવાદમાં ભારે તણાવની સ્થિતી હતી ત્યારે જ મોરારજી દેસાઇએ અમદાવાદ ખાતે લાલ દરવાજા વિસ્તારમાં ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી. અને એવી ભીતી સેવાઇ રહી હતી કે જો મોરારજી દેસાઇના ઉપવાસ વખતે મોટી સંખ્યામા લોકો વિરોધ પ્રદર્શનમા જોડાશે તો મોટાપાયે હિંસા થશે એટલે ઇન્દુચાચાએ સૌ પ્રથમ વખતે જનતા કરફ્યુનુ એલાન કર્યુ. આશ્ચર્ય વચ્ચે તે દિવસે અમદાવાદમા લોકો ઘરમા જ પુરાઇ રહ્યા અને બીજા દિવસે મહત્વના અખબારોએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા કે મોરારજી દેસાઇના ઉપવાસ સ્થળે લોકો કરતા લાઉડ સ્પિકર વધુ દેખાતા હતા. સભામાં કોઇ કર્ફ્યું નહીં, એટલે તેઓ ગુસ્સામાં હતા. તેમણે ઉપવાસ શરૂ કર્યા. મહાગુજરાતની લડતના નડિયાદમાં ઘેરા પડઘા પડ્યા. બાબુભાઈ જસભાઈના મકાન પાસે લોકોએ ઘેરો ઘાલતા પોલીસ ગોળીબાર થયો જેમાં પહેલા ત્રણ દિવસમાં જ ૧૪ યુવાનોનાં મોત થયાં અને ૯૦ થી વધારે ઘવાયા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
apply