ઢોળાવમાંથી પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિથી જળસંચય
Live TV
-
વલસાડમાં ચોમાસાનું પાણી વહી ન જાય તે માટે જળસંચય અભિયાન હાથ ધરાયું છે.
વલસાડના ઢોળાવ અને ડુંગરા ધરાવતા વિસ્તારમાંથી ચોમાસાનું પાણી વહી ન જાય તે માટે વિશેષ પદ્ધતિ કન્ટુર ટ્રેન્ચ દ્વારા જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનથી જળ સંચય કરવાને કારણે પાણીની અછતનું તો નિવારણ થશે ,સાથે સાથે જંગલોની વૃદ્ધિમાં પણ આ પદ્ધતિ મહત્વનો ભાગ ભજવશે. જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે આ અંગે જણાવ્યું હતું ,કે વલસાડના કપરડામાં સૌથી વધુ વરસાદ થાય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં ધરમપુર અને કપરાડા જેવા પહાડી વિસ્તાર માટે ,આ વિશેષ પદ્ધતિ દ્વારા જળસંચયની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન્ચ પદ્ધતિ દ્વારા પાણી નાના નાના ખાડામાં ભરાઈ રહે છે અને જળસ્તર ઉંચું આવે છે. આ કામથી સ્થાનિક લોકોને પણ રોજીરોટી મળી રહી છે. અને આ પદ્ધતિ સફળ નીવડે તો અન્ય પહાડી વિસ્તારોમાં પણ તેનાથી જળસંગ્રહ થઈ શકે છે.