દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાન જ્યારે ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું
Live TV
-
દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાનમાં લપેટાયા છે ત્યારે આખું ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે.
ગ્લોબલ વોર્મિંગની અસર તથા પ્રદૂષણના કારણે કુદરત પોતાના મિજાજ બદલે છે. દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાનમાં લપેટાયા છે ત્યારે આખું ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન ડિગ્રીના આંકડાઓમાં વધતું ચાલ્યું છે. હજુ થોડા દિવસો સુધી ગરમીનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ, તથા વૃદ્ધોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ રોજના સંખ્યાબંધ લોકો ડિહાઇડ્રેશનના કારણે મૂર્છિત થાય છે. ગરમીથી બચવા વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવાની સલાહ પણ સરકારી હોસ્પિટલોના તબીબો દ્વારા આપવામાં આવી છે. સાથે જ વાસી ખોરાકનો ઉપયોગ ન કરવાની પણ સૂચના અપાઈ છે.