અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શિક્ષણવિદ દાઉદભાઈ ઘાંચી જ્ઞાન પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાયો
Live TV
-
અમદાવાદમાં આજે ઉસ્માનપુરામાં આવેલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શિક્ષણવિદ દાઉદ ભાઈ ઘાંચી જ્ઞાન પ્રતિભા એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં આજે ડૉ.જે.એમ.વ્યાસ (વાઈસ ચાન્સેલર નૅશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર) ને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચીના હસ્તે જ્ઞાનપ્રતિભા એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. નૅશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) જેવી વિશિષ્ટ અને આગવી સંસ્થાના સ્થાપક, વાઇસ ચાન્સેલર તેમજ છેલ્લાં 28 વર્ષથી ગુજરાતના ડાયરેક્ટોરેટ ઑફ ફોરેન્સિક સાયન્સ (DFS)નું સુકાન સંભાળતા ડૉ. જે. એમ. વ્યાસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફોરેન્સિક સાયન્ટીસ્ટ તરીકે આગવી નામના ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, ડોક્ટર જે.એસ.વ્યાસને 2022ના પ્રજાસત્તાક દિવસે વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રે તેઓના પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. આ અવસરે અતિથિવિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિશ્વ કોષના મેનેજિંગ ટ્રસ્ટી કુમારપાળ દેસાઈ, પી કે લહેરી સહિત અનેક શિક્ષણવિદ અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા