સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ કર્યો ચૂંટણી પ્રચાર
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણી સાત મે ના રોજ ગુજરાતમાં યોજાવાની છે ત્યારે પક્ષના ઉમેદવાર દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ મતદારોને રિઝાવવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. તેમજ વિધાનસભા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના વિજેતા બનાવવા અપીલ કરી હતી. ચંદુભાઈ શિહોરાએ આ અવસરે કહ્યું કે, આગામી ચૂંટણીમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જનતા માટે આગામી દિવસોમાં આ વિસ્તારમાં પણ વિકાસના કામો કરવામાં આવશે. છેલ્લા દાયકામાં આ વિસ્તારમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં રોડ, પાણી ,શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ લોકોને ઘર આંગણે મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મને બધા ગ્રામ્ય વિસ્તારોમાં સારો આવકાર મળી રહ્યો છે અને મને વિજય મળશે તે નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ ધ્રાંગધ્રા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ચૂલી, કંકાવટી, જસમતપુર, હરીપર, કોંઢ, હરીપર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના પ્રચાર અર્થે જોવા મળ્યા હતા. ઉમેદવાર અને સંગઠન દ્વારા રોજ અલગ-અલગ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે જ્યાં તેમને સારો આવકાર મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત સંગઠનના હોદેદારો અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા