Skip to main content
Settings Settings for Dark

દ્વારકા જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો જંગી ચૂંટણી પ્રચાર, જામજોધપુરમાં કર્યો ભવ્ય રોડ શો

Live TV

X
  • ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. વિવિધ રાજકીય દળોએ મતદારોને રિઝાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ગઈકાલે એટલે 26 એપ્રિલની સાંજે દ્વારકા-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જામનગરમાં ભવ્ય રોડ શો કર્યો હતો. ત્યાર બાદ પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂકીને જાહેરસભાને સંબોધી હતી. રોડ શો દરમિયાન વિવિધ ચોક અને વિસ્તારોમાં પૂનમબેનને વિવિધ જ્ઞાતિના લોકોએ સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. ત્યારબાદ પૂનમબેન માડમની સાથે પબુભા માણેકે વિવિધ જ્ઞાતિના આગેવાનોને સભામાં સંબોધન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

    આ ઉપરાંત પૂનમબેન માડમે જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો. તેમણે X પર પોસ્ટ લખતાં કહ્યું કે,  છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સેવા અવિરત પહોંચી છે, પંથકના સૌ નાગરીકોએ "મોદી સાહેબની ગેરંટી" માં અપ્રતિમ વિશ્વાસ દાખવી, પ્રચંડ જન સમર્થન માટે કટીબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, પૂનમ માડમ હાલ જામનગરથી ભાજપના સાંસદ છે. ભાજપે પૂનમબેન પર વિશ્વાસ વ્યકત કરીને ત્રીજી વાર આ બેઠક પરથી ટિકિટ આપી છે. તેઓ છેલ્લા બે ટર્મથી અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂનમ માડમ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ જામખંભાળીયા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. કહેવામાં આવી રહ્યું છે, તેમનું પરફોર્મન્સ, લોકસંપર્ક અને વોટ બેન્કના કારણે ભાજપે ફરીવાર તેમને ટિકિટ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply