શું તમારી જોડે ચૂંટણી કાર્ડ નથી? તો આ 12 પુરાવા દ્વારા પણ આપી શકો છો આપનો બહુમૂલ્ય મત
Live TV
-
ધનુસરા (અરવલ્લી), 05 એપ્રિલ: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ અંગે અરવલ્લીના ધનુસરા તાલુકાના નાયબ મામલતદાર અધિકારી વિક્રમસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી કોઈ એક પુરાવો હોવો જરૂરી છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે, ચૂંટણી કાર્ડ ન હોય તો મત ન આપી શકાય, પરંતુ ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકાય પરંતુ આ માટે મતદાન યાદીમાં નામ હોવું જરૂરી છે
હાલની ગુજરાતની તમામ પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણી પંચ દ્વારા આદેશ કરાયો છે કે ચૂંટણી દરમિયાન મતદાન માટે મતદારને ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે, તે તમામ મતદારો તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. જે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદરો તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ, પાસપોર્ટ સહિત કુલ 12 માન્ય પુરાવા સાથે મતદાન આપી શકશે નીચેના પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી મત આપી શકશે.
આ 12 માન્ય પૂરાવાની વિગત નીચે મુજબ છે:
1. આધાર કાર્ડ
2. મનરેગા હેઠળ આપવામાં આવતા જોબકર્ડ
3. બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
4. શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઇનસ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
5. ડ્રાઈવિંગ લાઈસન્સ
6. પાનકાર્ડ
7. NPR (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
8. ભારતીય પાસપોર્ટ
9. ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
10. કેન્દ્ર / રાજ્ય સરકાર / જાહેર ક્ષેત્ર ઉપક્રમો / જાહેર લિમિ. કંપનીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
11. સાંસદ સભ્યો /ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરાયેલા સરકારી ઓળખપત્રો
12. Unique disability ID (UDID) card, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર