Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી 2024: લુણાવાડા ખાતે સવારે મતદાન જાગૃતિ માટે વોકેથોન યોજાઈ

Live TV

X
  • આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી રાજ્યના દરેક જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારી, DDO સીએલ પટેલ અને SP જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી 'ચુનાવ કા પર્વ'ની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

    વોકેથોનમાં મતદાનની કરાઈ અપીલ

    આ વોકેથોનમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને '10 મિનિટ દેશ માટે', 'ચુનાવ કા પર્વે, દેશ કા ગર્વ', "મતદાન આપણો અધિકાર', 'અવસર લોકશાહીનો', 'પહેલા મતદાન પછી અન્ય કામ' જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટર્સ સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો. આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા, નગરપાલિકા, ફુવારા ચોક માંડવી બજાર થઇ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે મતદાનના દિવસ 7મી મે એ 10 મિનિટ દેશ માટે આપી વધુમાં વધુ મતદાન કરી દેશ લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. વધુમાં લોકશાહીના આ અવસરને ઘરે પ્રસંગ આવ્યો હોય તેમ ઉજવવા અને અન્યને મતદાન માટે પ્રેરિત કરવા યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો હતો. વહેલી સવારની વોકેથોનમાં ઝુમ્બા દ્વારા સૌએ વોર્મઅપ કરી ઉર્જા મેળવી હતી  

    મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન, મતદાન પ્રતિજ્ઞા ઉપરાંત મતદારોને પોતાનો મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply