મહેસાણા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
Live TV
-
મહેસાણા, 05 એપ્રિલ: ભાજપ મહેસાણા જિલ્લા દ્વારા 84- કડવા પાટીદાર વિદ્યા સંકુલ નુગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું છે. સંમેલનમાં સી.આર.પાટીલે મહેસાણા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરવા હાજર કાર્યકર્તા અને આગેવાનોને હાકલ કરી હતી. તેમજ આ બેઠકમાં તેમને બુથ લેવલની કામગીરી સંબંધિત જરૂરી સમજણ આપી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, મહેસાણા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસની ડિપોઝિટ જાય તેવી શક્તિ બતાવો. આ ઉપરાંત, ભાજપના મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ તેમજ વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાને જંગી લીડથી જીતાડવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે કેબિનટ મંત્રી ઋષિકેશ પટેલ, સાસંદ શારદાબેન પટેલ તેમજ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પ્રભારી, જિલ્લા બીજેપી અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આકર.પાટીલે કોંગ્રેસના સૂપડાં સાફ કરવાની હાકલ કરી
મહેસાણામાં સંમેલનમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, હાલમાં સારું વાતાવરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના કામો તેમજ અમિત શાહનું માર્ગદર્શન 26 બેઠકો ઉપર ભાજપને વિજયી બનાવશે. પ્રદેશ પ્રમુખે હાજર તમામ કાર્યકર્તાને આગેવાનોને ભૂત યોજના પર ચાલવા માટે અપીલ કરી હતી. બુથના 14 પ્રમુખોને વિશિષ્ટ જવાબદારી સોંપી કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય તેવી શક્તિ બતાવવા હાકલ કરી હતી. કોંગ્રેસના સુપડાં સાફ કરવા જણાવ્યું હતું. તનતોડ મહેનત કરજો તેમ કહેતા પ્રદેશ પ્રમુખે જવાબદારીઓમાંથી છટકશો નહીં તેવી સ્પષ્ટ વાત કરી હતી. સાથોસાથ તેમને મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની તેમજ લોકસભાની ચૂંટણીમાં 90% મતદાન સુધી પહોંચવાની ચાર સીડીઓ પણ સમજાવી હતી. પ્લાનિંગ પ્રમાણે બુથ પ્રમુખોને કામ કરવા સલાહ આપી હતી.