લોકસભા ચૂંટણી 2024 માટે પુરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચાર
Live TV
-
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં મહત્તમ મતદાન થાય તે હેતુથી દીવ પ્રસાશન દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં " મતદાતા જાગૃતિ " કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જનજાગૃતિ માટે રેલીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિ રેલી આયોજિત કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન વિવિધ શાળાઓમાં બાળકો દ્વારા ચૂંટણીલક્ષી રંગોળી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે રંગોળી ચિત્રોની પ્રશંસા કરીને તમામ વર્ગને મતદાન કરવા માટે આહ્વાહન કર્યું હતું.
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્વીપના એકટીવિટીના ભાગરૂપે દિવ્યાંગ મતદારોમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં નોંધાયેલા દિવ્યાંગ મતદારોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની જાણકારી પણ આપવામાં આવી હતી. ગોધરાની બહેરા મૂંગા શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.