લોકસભા ચૂંટણી માટે ભાજપનો ધુંઆદાર પ્રચાર, પીએમ મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે જાહેરસભા
Live TV
-
લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોના ચૂંટણી પ્રવાસે જશે. પ્રધાનમંત્રી પહેલા ઝારખંડ પહોંચશે. જ્યાં તેઓ પલામો અને લોહરદગામાં ચૂંટણી રેલીઓ કરશે. આ પછી પીએમ બિહારના દરભંગામાં ભાજપ ઉમેદવાર ગોપાલજી ઠાકોરના સમર્થનમાં રેલી કરશે. જે બાદ પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં રોડ શો કરશે. મહત્ત્વનું છે કે પીએમ મોદી ગઈકાલથી ઝારખંડના પ્રવાસે છે જ્યાં તેમણે મહાસભા યોજી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્ટાર પ્રચારક અને પીએમ મોદી દરરોજ તાબડતોડ રેલી અને મહાસભા યોજી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે TMC પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, મમતા સરકાર પાસે વિકાસનો કોઈ રોડ-મેપ જ નથી. ઉલ્લેખનીય છે કે. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસ બાદ સીધા જ પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં 4 બેઠક પર મતદાન થવાનું છે. જેમાં 3 બેઠક પર પ્રધાનમંત્રી ખુદ પ્રચાર માટે ઉતર્યા છે. ત્યારે આ ચૂંટણી માં પણ ભાજપ પશ્ચિમ બંગાળમાં વધુ ને વધુ બેઠકો જીતવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસને 18 બેઠકો જીતીને મોટો ઝટકો આપ્યો હતો.