લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 25% મતદાન, સૌથી ઓછું મહારાષ્ટ્રમાં
Live TV
-
લોકસભા ચૂંટણી માટે દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું છે. સવારથી પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થશે. જો કે, આજે સવારે 11 વાગ્યે સુધી 13 રાજ્યોમાં સરેરાશ 25% મતદાન નોંધાયું છે.
11 વાગ્યા સુધી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું
જો 13 રાજ્યોની ટકાવારી વિશે વિગતવાર વાત કરીએ તો સવારે 11 વાગ્યા સુધી 35.47% મતદાન સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. જ્યારે હિંસાગ્રસ્ત મણિપુર 33.22% સાથે ત્રીજા સ્થાને છે. આ પછી પશ્ચિમ બંગાળમાં 31.25%, મધ્ય પ્રદેશમાં 28.15%, આસામમાં 27.43%, રાજસ્થાનમાં 26.84%, જમ્મુ-કાશ્મીરમાં 26.61%, કેરળમાં 25.61%, ઉત્તર પ્રદેશમાં 24.31%, કર્ણાટકમાં 22.34%, કર્ણાટકમાં 22.34%, બિહારમાં 21.68% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું હતું.
બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ
13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર આજે યોજાનારી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.