સાંબરકાંઠાના BJPના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લીમાં કર્યો ચૂંટણી પ્રચાર
Live TV
-
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર હવે તેજ કરવામાં આવ્યો છે. ઉમેદવારો ગામે-ગામ જઈને પ્રચાર કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં હવે થોડાક દિવસો બાકી છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાને મળીને બનતી સાબરકાંઠા ૫ લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો હતો. સાથોસાથ ધનસુરા તાલુકાના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત, શોભનાબેને ધનસુરા રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરીને મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ ધનસુરા નગરમાં પરબડી, બજાર, બાયડ રોડ અને તલોદ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં રેલી યોજી હતી.
આ પદયાત્રા રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં તેમણે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે ભાજપ સરકારે કરેલા વિકાસના કામો અંગે મહત્ત્વપૂર્ણ બાબતો જણાવીને જંગી મતોથી જીતાડવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. આ જંગી રેલીમાં ધનુસરાના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સિવાય આ જંગી પ્રચારમાં મોડાસાના ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સહિત યુવા મોરચાના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.