Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023'નો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • AMC અને ઔડાના આશરે રૂ.216 કરોડના કુલ 27 વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ કરાવ્ય. મુખ્યમંત્રીના હસ્તે AMC અને ઔડાના આશરે 216 કરોડ રૂપિયાના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. તેમાં સમાવિષ્ટ ઔડાના 60.79 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ તથા રેલ્વે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023ના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

    મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રિડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા 2 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીની 'HIVની સાથે કેવી રીતે જીવીએ' નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા AMCના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ નિમિત્તે સૌને સુશાસન દિવસની શુભકામના પાઠવી. ગુડ ગવર્નન્સ એટલે સામાન્ય માનવીને સુખ, સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. વર્ષ 2008માં શરૂ થયેલ કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે.  આ વર્ષે કાંકરિયા કાર્નિવલના 14માં સંસ્કરણની થીમ 'વસુધૈવ કુટુમ્બકમ' છે. આજે આ કાર્નિવલ પણ નૃત્ય, સંગીત, કલા અને મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

    તા.25 થી તા.31 ડિસેમ્બર સુધી ચાલનારા આ 'વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023'માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે. ઉપરાંત બાળકોના મનોરંજન માટે બાળ નગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે. દરરોજ રાત્રે 'વિકસિત ભારત સંકલ્પ થીમ' આધારિત લેસર શો પણ યોજાનાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply