મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રણાસણ જંક્શન પરના ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
Live TV
-
ઔડા દ્વારા રણાસણ ખાતે રૂ.60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજથી ટ્રાફિકનું ભારણ ઘટશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) દ્વારા રણાસણ જંક્શન પર રૂ. 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતાં સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગરોડ પર અમદાવાદ-મહેસાણા- હિંમતનગર તરફ આવતા-જતા ટ્રાફિકનું ભારણ ઘટવા પામશે. આ ઓવરબ્રિજના બાંધકામથી સરદાર પટલ રિંગ રોડ પર અવર જવર કરતાં નાનાં-મોટાં વાહનો તેમજ કોમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.
રણાસણ ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સર્વે શ્રી બાબુભાઈ જ. પટેલ, અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જતીન પટેલ, એએમસીના કમિશનર એમ થનારસન તથા ઔડાના સીઈઓ ડી. પી. દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.