તળાવો ઊંડા કરવાના કાર્યોનું નિરીક્ષણ કરતાં વિભાવરી દવે
Live TV
-
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવાના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું.
રાજ્યમાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવાના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ઊંડા કરવાના કારણે 1500 ઘનમીટર માટી નીકળશે જેનો ઉપયોગ જનહિતાર્થે કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના હેઠળ થનારા કામો પૈકી ભાવનગરમાં 518 કામો થશે. જિલ્લાના તળાવો, ચેકડેમ, વનતલાવડીમાં જન સંગ્રહની ક્ષમતા વધારવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે. રાબાની કાંસનું તળાવ ઊડું ઊતારવામાં આવી રહ્યું છે, જે પૈકી આશરે 24.96 લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.