બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
Live TV
-
આજે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ પાંચ જિલ્લા પંચાયત અને 25 તાલુકાના મતદાર મંડળોની પેટાચૂંટણી
ગુજરાતમાં આજે બનાસકાંઠા તથા ખેડા જિલ્લા પંચાયત તથા 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. સાથે પાંચ જિલ્લા પંચાયત અને 25 તાલુકાના મતદાર મંડળોની પેટા ચૂંટણી પણ થઈ હતી. એકંદરે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.
બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ પાંચ જિલ્લા પંચાયત અને 25 તાલુકાના મતદાર મંડળોની પેટાચૂંટણી થઈ, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 16 ટકા કરતા વધુ મતદાન થયું હતું, તો ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 10 ટકાની નજીક છે. કેન્દ્રીય રાજ્ય ખાણ-ખનીજ મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના વતન જગાણા ગામે ,જ્યારે વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે વતન ભાભર ખાતે મતદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે આજે જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 543 બેઠકો પર સામાન્ય ચૂંટણી અને 29 બેઠક પર પેટા ચૂંટણી હાથ ધરાઈ હતી.