ગુજરાત સરકારે જીએસટી અને ચૂંટણી બાદ પ્રથમ બજેટ રજૂ કર્યું
Live TV
-
ગુજરાત સરકારે જીએસટી અને ચૂંટણી બાદ પ્રથમ બજેટ રજૂ કર્યું છે. બજેટની અનેક જોગવાઈઓ ચર્ચામાં છે, જેમાં વિદેશી દારૂ પર લગાવાયેલો 135 ટકા વેરો પણ સામેલ છે.
ગુજરાત સરકારે જીએસટી અને ચૂંટણી બાદ પ્રથમ બજેટ રજૂ કર્યું છે. બજેટની અનેક જોગવાઈઓ ચર્ચામાં છે, જેમાં વિદેશી દારૂ પર લગાવાયેલો 135 ટકા વેરો પણ સામેલ છે. રાજ્ય સરકારે સીએસડી સહિતના દારૂ પર 10 ગણા સુધીનો વેરો વધાર્યો છે.
બજેટમાં ખેડુતોને હરાખવા જેવા સમાચાર આવ્યા છે. જેમાં સરકારે ઝીરો ટકા પાક ધિરાણની જોગવાઇ કરાઇ છે. તો સાથે જ પુરતી વીજળી, પાણી અને ખાતર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત વીમાનું રક્ષણ માટે ફાળવણી થકી ગુજરાતની ખેતી અને ખેડુતો સમૃદ્ધિ તરફ નિરંતર આગળ વધશે. જે સરકારના ખેડુતલક્ષી અભિગમને પુરવાર કરે છે.
આજે રજૂ થયેલ બજેટમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને આદિવાસી ક્ષેત્રે પણ વિવિધ જોગવાઇઓ થઇ છે. નાણામંત્રી નીતિન પટેલનું અંદાજપત્ર કૃષિલક્ષી, ગ્રામ્યલક્ષી હોવા, ઉપરાંત યુવાલક્ષી અને રોજગારલક્ષી પણ છે. રોજગાર અને વ્યવસાય વિકલ્પો માટે અંદાજપત્રમાં રૂપિયા 785 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ કરતાં અર્થકારણના એન્જિન માળખાકીય સુવિધા ઉદ્યોગ અને નર્મદા યોજના તરફ પણ ,પૂરતું ધ્યાન આપ્યું છે.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વર્ષ 2018-19નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેતી, માળખાકીય સુવિધા, શિક્ષણ, રોજગારી અને પાણી પુરવઠા સહિત વિવિધ વિભાગને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ બજેટ અંગે પ્રતિભાવ આપતાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ બજેટને વિકાસલક્ષી ગણાવી આવકાર્યું હતું. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે તાજેતરમાં રજૂ થયેલ પુરાંતલક્ષી બજેટને બિરદાવી જણાવ્યું હતું કે, રાજ્યની આવકમાં 20 પ્રોજેક્ટ 92 ટકાનો વધારો આવ્યો છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં વિવિધ વિભાગોમાં ગતવર્ષ કરતા વધુ ફાળવણી કરવામાં આવી છે, જેથી આ બજેટને વિકાસલક્ષી છે.