સરદાર સરોવર ડેમના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરાશે
Live TV
-
ગુજરાત રાજ્યના જીવાદોરી સમાન ,સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ,110.55 મીટરથી નીચે જતી રહેતાં ,રાજ્ય સરકારને, એક ઐતિહાસિક નિર્ણય લેવાની ,ફરજ પડી છે. સરદાર સરોવરનું લાઇવ સ્ટોરેજ પાણી ,પુરૂ થઇ જતાં ,હવે બંધના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરાશે, જેના માટે સિંચાઈ લગાવી બાયપાસ ટનલ ખોલી દેવામાં આવી છે. આ ટનલ મારફતે ડેમના ડેડ સ્ટોરેજમાંથી નવ હજાર ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ડેમ પરના બંને વીજ મથકો પણ બંધ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ટનલની મદદથી ,ડેડ સ્ટોરેજનો પાણીનો જથ્થો મુખ્ય કેનાલો મારફતે ,રાજ્યભરમાં ,પુરો પાડવામાં આવશે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં ,આ વર્ષે , ઓછો વરસાદ થયો હોવાને કારણે ,રાજ્યને ,42 ટકા ,ઓછો પાણી પુરવઠો ,મળ્યો છે