પીએમ મોદી દિવથી અમદાવાદ વચ્ચે વિમાન સેવાનો કરાવશે શુભારંભ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવથી અમદાવાદ વચ્ચે વિમાન સેવા અને દીવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો 24મી ફેબ્રુઆરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે દિવ-દમણ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવથી અમદાવાદ વચ્ચે વિમાન સેવા અને દીવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો 24મી ફેબ્રુઆરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે દિવ-દમણ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, દિવથી અમદાવાદ અને અમદાવાદથી દિવ વચ્ચે શરૂ થનારી આ 17 સિટવાળી ફ્લાઈટનું ભાડું રૂપિયા બે હજાર સુધીનું હશે. આ સુવિધા શરૂ થતાં અમદાવાદ અને દિવ વચ્ચે ઝડપથી આવ-જા શક્ય બનશે, જેના કારણે દિવના પર્યટનને પણ વેગ મળશે. આ સુવિધાના સંદર્ભમાં દિવ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક પણ યોજાઈ હતી.