લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વધુ એક વિકટ પડી, ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું
Live TV
-
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વધુ એક વિકટ પડી છે. ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કેટલાક ગંભીર આરોપા લગાવ્યા છે. અગાઉ 18મી માર્ચે લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારે તેમના રાજીનામાને લઈને અટકળોએ જોર પકડ્યું છે. જો કે, હવે આ અટકળનો અંત આણ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને આક્ષેપો કર્યા
રોહન ગુપ્તાએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લકિાર્જુન ખડગેને રાજીનામાને લઈને પત્ર લખીને તેમના પાર્ટીના વરિષ્ઠ નેતા પર આક્ષેપો કર્યા છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, મને જણાવતા ઘણુ દુ:ખ થાય છે કે,છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશ ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. (જે અંગેની જાણ મેં પાર્ટીના મોટા નેતાઓને કરી હતી) આ સાથે મારા અંગત કારણસર મેં રાજીનામાનો નિર્ણય લીધો છે. જો કે, રોહન ગુપ્તાના રાજીનામાં બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ‘મેં પાર્ટીને 13 વર્ષ આપ્યા છે. જેમા મેં મારી જવાબદારીઓ પ્રમાણિકતાથી નિભાવી છે.’