અમદાવાદમાં ફલાઈંગ સ્ક્વોર્ડની રચના કરાઈ
Live TV
-
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાંચ લેતી કે આપતી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 171(ખ) મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ થશે.
અમદાવાદમાં લાંચ આપનાર કે લેનાર બન્ને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે શીધ્ર કાર્ય ટુકડી(ફલાઈંગ સ્ક્વોર્ડ)ની રચના કરાઈ છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે કોઈ પણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશ્યથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 171(ખ) મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે.
વધુમાં કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતો કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-171(ગ)મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે.