ભાવનગરના માલધારીએ ગાયના છાણમાંથી બળતણ માટે સ્ટીક બનાવી
Live TV
-
બળતણ તરીકે ઉપયોગ થાય તો વૃક્ષો ઓછા કાપવા પડશે અને પર્યાવરણની શુદ્ધતા જળવાશે.
પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવાના હેતુ સાથે ભાવનગરના કોબડી ગામના માલધારી ભોળાભાઈ વરુએ ગૌ કાષ્ઠ સ્ટીક બનાવી છે. જેને ગાયના છાણમાંથી બળતણના ઉપયોગ માટે બનાવવામાં આવી છે.
આ સ્ટીકના ઉપયોગથી રાખ ઓછી ઉત્પન્ન થાય છે અને છાણાનો ઉપયોગ થતો હોવાથી કાર્બનનું ઉત્સર્જન પણ ઓછું થાય છે.
આ અંગે કોબડી ગામના ભોળાભાઈ તથા કાનાભાઈ વરૂએ જણાવ્યું હતું કે; "ગાયના સૂકા છાણા અને લાકડાના ભૂસામાંથી આ સ્ટિક બનાવાઈ છે જેનો બળતણ તરીકે ઉપયોગ થાય તો તેનાથી માલધારીઓને આવક પણ થશે અને વૃક્ષો ઓછા કાપવા પડશે."