Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, 7 રાજ્યો માટે 57 ઉમેદવારોના નામનું કર્યું એલાન

Live TV

X
  • આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસે 7 રાજ્યોમાંથી 56 ઉમેદવારોને મંજૂરી આપી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. યાદી અનુસાર, 57 બેઠકોમાંથી કોંગ્રેસે અરુણાચલ પ્રદેશની 2, ગુજરાતમાં 11, કર્ણાટકની 17, મહારાષ્ટ્રની 7, રાજસ્થાનની 6, તેલંગાણાની 5, બંગાળની 8 અને પુડુચેરીની 1 બેઠક માટે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 

    કોંગ્રેસની લોકસભા ચૂંટણીના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર

    કોંગ્રેસે 57 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી અધીર રંજન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધા કૃષ્ણને કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં 57 ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, પાર્ટીએ બે યાદીઓ જાહેર કરી હતી, જેમાં 82 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું નામ સામે આવ્યું છે.

    2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે

    ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે. આ પછી, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે. 543 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply