રક્ષામંત્રી નિર્મલા સીતારમણ : વિદેશોમાં પી. ચિદમ્બરની અનેક સંપત્તિ
Live TV
-
આવકવેરા વિભાગ દ્વારા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ તથા તેમના પરિવારજનો પર ચાર આરોપ પત્ર બાદ કોંગ્રેસ પર ભાજપાએ સાધુ નિશાન - કહ્યું કાળા ધનના કારણે જ કોંગ્રેસે દ્વારા સીટની રચના કરાઈ નહીં - પી. ચિદમ્બરમે આરોપોને નકાર્યા
ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ પર આરોપ મૂક્યો છે કે તેમણે વિદેશમાં રોકાણ કરેલી સંપત્તિ વિશે જાણકારી આપી નથી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિદેશોમાં પી. ચિદમ્બરની અનેક સંપત્તિ છે. છેલ્લાં ઘણા સમયથી ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ આ વિશે તપાસ કરી રહ્યા છે. આ મુદ્દે આવકવેરા અધિકારીઓએ પી. ચિદમ્બરમ સહિત તેમના પરિવાર જનો સામે ચાર જુદાં-જુદાં આરોપો દાખલ કર્યા છે. જો કે ચિદમ્બરમે પોતા પર મૂકેલા તમામ આરોપોને નકાર્યા છે ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ પી. ચિદમ્બરમ તથા તેમના પરિવારજનો પર આરોપ મૂક્યો છે. ત્રણ બિલિયન ડોલરના બ્લેકમની અંગે તેમની ઉપર આરોપો મૂકાયા છે