પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં વ્યાપક હિંસા, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માગ્યો
Live TV
-
એક લાંબી કાનૂની લડાઈ બાદ આજે પશ્ચિમ બંગાળમાં કડક સુરક્ષા વચ્ચે પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આજે બપોર સુધીમા 41 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.
પશ્ચિમ બંગાળમાં સોમવારે કડક સુરક્ષા વચ્ચે પંચાયતની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું છે. બપોરના ચાર વાગ્યા સુધી 60 ટકા મતદાન નોંધાયું હતું. મતની ગણતરી 17 મે ના રોજ કરવામાં આવશે. ચૂંટણી માટે નોંધણી પ્રક્રિયા દરમિયાન થયેલી હિંસામાં 12 લોકોના મોત થયા હતા. જેને લઈને રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને વામપંથી નેતાઓના એકબીજા પર આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા. દળો વચ્ચેની આ લડાઈ રાજ્ય ચૂંટણીપંચ સુધી પણ પહોંચી હતી.