આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય અને 6 રાજ્યો વચ્ચે સમજૂતી પત્ર પર થયા હસ્તાક્ષર
Live TV
-
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય અને 6 રાજ્યો વચ્ચે આજે સૌ પહેલા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા. આ 6 રાજ્યોમાં પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને ચંદીગઢ સામેલ છે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય અને 6 રાજ્યો વચ્ચે આજે સૌ પહેલા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા. આ 6 રાજ્યોમાં પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને ચંદીગઢ સામેલ છે. સમાજના ગરીબ વર્ગોને બિમારીના ઈલાજ હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીનો મફત ઈલાજ સુવિધા સ્માર્ટ કાર્ડ દ્વારા ઉપલબ્ધ કરાશે. આયુષ્યમાન ભારતનો આ પહેલો એમ.ઓ.યુ છે. આ પ્રકારના 6 ક્ષેત્રોમાં 6 એમ.ઓ.યુ સાઈન કરાશે, જેથી દેશના 10 કરોડ પરિવારોને હેલ્થ ઈન્સ્યોરન્સ મળી રહે. કેન્દ્ર તરફથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા જ્યારે રાજ્ય તરફથી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓએ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા. આયુષ્યમાન ભારત દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ છે. આ સમયે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું કે, 2022 સુધી દેશભરમાં દોઢ લાખ સ્વાસ્થ્ય કેન્દ્રો હશે, જેમાં યુનિવર્સલ ચેક અપની પણ સુવિધા હશે.