ઉત્તર આંધી તોફાનના કારણે આશરે 92 લોકોના મોત, પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવા સાથે જોરદાર પવન ફૂંકાતા લગભગ 55 વ્યક્તિઓના મોત થયા હતા. આ આંધી તોફાનના કારણે ઉત્તરપ્રદેશમાં જ 39 થી વધુ વ્યક્તિઓના મોત થયા હતા.
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવા સાથે જોરદાર પવન ફૂંકાતા લગભગ 55 વ્યક્તિઓના મોત થયા હતા. આ આંધી તોફાનના કારણે ઉત્તરપ્રદેશમાં જ 39 થી વધુ વ્યક્તિઓના મોત થયા હતા. વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સંબલના રાજપુરામાં વીજળી પડતા આગ લાગી હતી. વીજળી પડવાને કારણે લાગેલી આગમાં અનેક ઘરો તબાહ થયા હતા. આંધ્રપ્રદેશમાં વીજળી પડતા આઠ વ્યક્તિઓના મોત થયા હતા. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં બરફ વર્ષા થઈ હતી. દહેરાદૂન તથા આસપાસના વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાતા આંધી આવી હતી. હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ તથા દક્ષિણ વિસ્તારોમાં આગામી 48 થી 72 કલાક સુધી આંધી તથા જોરદાર પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ઘટના પ્રત્યે દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થવા પ્રાર્થના કરી અને અધિકારીઓને જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવા આદેશ કર્યો હતો.