કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ
Live TV
-
કર્ણાટક વિધાનસભા માટે આજે ચુકાદાનો દિવસ છે. ચૂંટણીના પરિણામ માટે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની કુલ 222 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. બપોર સુધીમાં તમામ બેઠકના પરિણામ આવી જવાનું અનુમાન છે.
કર્ણાટકમાં કુલ 40 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પૂર્વેના અનુમાનોમાં રાજ્યમાં ત્રિશંકુ પરિણામ આવશે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. તમામ 222 બેઠકો પર 12 મેના રોજ મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 4.97 કરોડ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. 1952 બાદ રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું હતું.