કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ, પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો હવાલો
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળમાં સોમવારે ફેરફાર કરવામાં આવ્યો હતો. અરૂણ જેટલી સ્વસ્થ થાય ત્યાં સુધી રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો ભાર આપવામાં આવ્યો છે.
રાજ્યવર્ધનસિંહ રાઠોડને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાની પાસે હવે ફક્ત કપડા મંત્રાલય રહેશે. જ્યારે કેન્દ્રીય મંત્રી એસ.એસ.આહલુવાલીયાને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.