કર્ણાટક ચૂંટણીઃ પ્રાથમિક પરિણામમાં ભાજપ 111 બેઠક પર આગળ, કોંગ્રેસને ઝટકો
Live TV
-
કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર ચાલી રહેલી મતગણતરીના શરૂઆતી વલણમાં ભાજપ બહુમત નજીક જોવા મળી રહી છે
કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર ચાલી રહેલી મતગણતરીના શરૂઆતી વલણમાં ભાજપ બહુમત નજીક જોવા મળી રહી છે. પાર્ટી 107 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 67 અને JDS 45 સીટ પર આગળ છે. શરૂઆતના દોઢ કલાકમાં વલણમાં ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. પહેલાં અડધા કલાકમાં કોંગ્રેસે બઢત બનાવી રાખી હતી. ભાજપ માટે આ ચૂંટણી દક્ષિણમાં ફરી એકવખત પોતાની નવી શરૂઆત માટે મહત્વની છે તો કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. કર્ણાટક છોડીને કોંગ્રેસની સરકાર પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરીમાં જ બચી છે. તો ભાજપ 31 રાજ્યોમાંથી 20માં સત્તા પર છે. કર્ણાટક રાજ્યની સ્થાપનાના 46 વર્ષ બાદ આ વર્ષે સૌથી વધુ 72.13% મતદાન થયું હતું.
ભાજપ - 111
કોગ્રેસ - 69
જેડીએસ - 39
અન્ય - 03