રેતીની આંધી અને વરસાદી તોફાનના કહેરે ઉત્તર ભારતને ઘમરોળ્યુ
Live TV
-
રેતીની આંધી અને વરસાદી તોફાને વધુ એક વાર ઉત્તર ભારતનાં રાજ્યોને ધમરોળ્યાં
રેતીની આંધી અને વરસાદી તોફાને વધુ એક વાર ઉત્તર ભારતનાં રાજ્યોને ધમરોળ્યાં હતાં જેમા 40 વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. દિલ્હી, એનસીઆર અને નોઈડાની આસપાસના વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યે જ વાતાવરણ પલટાયું અને ધૂળની આંધી ઊઠી હતી. આ ઉપરાંત સાંજે પાંચ વાગ્યે તો સમગ્ર વિસ્તારોમાં અંધારું થઈ ગયું હતું. તોફાની વરસાદ પણ શરૂ થયો હતો. 109 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને ભારે નુકસાન પહોંચાડયું હતુંઉત્તર ભારતના યુ.પી., દિલ્હી, હરિયાણામાં ધુળની આંધી અને વરસાદે કેર વર્તાવ્યો હતો. અનેક ઠેકાણે વિજળી પડવાના, તો ક્યાંક આગ લાગવાની ઘટનાઓ પણ ઘટી હતી જે જીવલેણ સાબિત થઈ હતી. ભારે હવાના કારણે અનેક ઘરો પણ ધરાશાયી થયાં હતાં. હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વિય રાજ્યોમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તેજ હવાની સાથે આંધી અને વાદળા ગરજવાની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત 50-70 કિલોમીટરની કલાકે પવન ફુંકાય શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં તેજ હવાની સાથે આંધીની ચેતવણી અપાઈ છે. ઓરિસ્સાના દૂરદૂરના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. તો રાજસ્થાના અનેક વિસ્તારોમાં ધૂળનું તોફાન આવી શકે છે.