સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની વિજય તરફ કૂચ
Live TV
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજય તરફ આગળ. રાજ્યના 28 જિલ્લાઓની 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં 30 નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજય તરફ આગળ. રાજ્યના 28 જિલ્લાઓની 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં 30 નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે, અને 14 નગરપાલિકામાં તે આગળ ચાલી રહ્યો છે. જ્યારે 27 નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે, અથવા તો તે આગળ છે. ભાજપ રાજકોટ મહાનગરપાલિકામાં વિજયી થયો છે. ભાજપ જ્યાં વિજયી થયો છે તેમાં જસદણ, વિદ્યાનગર, વડનગર, સાણંદ, તળાજા, હળવદ, ખાંટવા, કોડીનાર, લાઠી, જાફરાબાદ, ખેરાળુ, કરમસદ, સોનગઢ, બાવળા, માણસા, દ્વારકા, ગારિયાધાર, ભાણવડ, કુતિયાણા, ચલાલા, ગઢડા, ઈડર, પ્રાંતિજ, જામજોધપુર, ધ્રોળ, છાયા, ભચાઉ, વિજલપોર અને બિલિમોરાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસનો ધોરાજી, ઓડ નગરપાલિકામાં વિજય થયો છે. પારડી અને ખેડબ્રહ્મામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ પડી છે.
શનિવારે નગરપાલિકાની ચૂંટણી સાથે બે જિલ્લા પંચાયત તથા 17 તાલુકા પંચાયતોમાં પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા માટે આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ નગરપાલિકાઓમાં જસદણ, જેતપુર અને ભાયાવદરનો સમાવેશ થતો હતો. જસદણ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 24 પર ભાજપ અને 4 પર કોંગ્રેસનો વિજય થયો છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હરેશ પંડ્યા પાસેથી.
જામનગરની કાલાવડ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોમાંથી, 18 પર ભાજપ અને 10 પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. વિજેતા ઉમેદવારો જાહેર થતાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ ઉમેદવારની જીતને વધાવી લીધી હતી, અને ઢોલ વગાડી, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી મેળવીએ, જામનગરના અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી.