બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
Live TV
-
કોંગ્રેસ પક્ષે પ્રમુખ ઉપપ્રમુખ બન્ને માટે મહીલા ઉમેદવારો પર પસંદગી ઉતારી મહિલા સશક્તિકરણને મહત્વ આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં કોંગ્રેસના પીનાબેન ઠાકોર પ્રમુખપદે જ્યારે જશીબેન ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 36 સભ્યો સામે ભાજપના માત્ર 30 સભ્યો જ હોવાથી કોંગ્રેસ ભાજપ પાસે જિલ્લા પંચાયત આંચકવામાં સફળ રહી હતી. જિલ્લા કલેકટર દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અરોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ જાહેર કરાતા ભાજપ ના સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ વિરોધની વચ્ચે જિલ્લા કલેકટરે ચૂંટણી પ્રક્રિયા આગળ ધરાવતા ભાજપે વોટિંગમાં ભાગ જ નહીં લેતા કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસના વાવ મતવિસ્તારના મહિલા ધારાસભ્ય ગેનીબેન એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે પ્રમુખ ઉપપ્રમુખ બન્ને માટે મહીલા ઉમેદવારો પર પસંદગી ઉતારી મહિલા સશક્તિકરણને મહત્વ આપ્યું હતું.