૧૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
Live TV
-
ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીના રોજ યોજાશે. નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.
ગુજરાતની ૭૫ નગરપાલિકાની ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીના રોજ યોજાશે. નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. છેલ્લા કલાકોમાં મોરબી સહિતના જિલ્લાઓમાં પવનવેગી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ સામે હરિફ તરીકે કોંગ્રેસ અને બસપા સહિતના પક્ષો મેદાનમાં છે. ત્યારે જોવું રહ્યું કે મતદાતાઓ કોની પર પસંદગી કળશ ઢોળે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સમરસ બનેલી મોરબીની હળવદ નગરપાલિકા, આ વખતે સમરસ બની શકી નથી. ૧૭ તારીખે મતદાન થયા બાદ ૧૯ ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.