ગણદેવી ખાતે રોકેટ સાયન્સ આધારિત વર્કશોપનું આયોજન કરાયું
Live TV
-
વિદ્યાર્થીઓ રોકેટ સાયન્સમાં રસ લેતા થાય તે હેતુસર, નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રોકેટ સાયન્સ આધારિત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ રોકેટ સાયન્સમાં રસ લેતા થાય તે હેતુસર, નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રોકેટ સાયન્સ આધારિત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સેમિનારમાં વિદ્યાર્થીઓને આ વિષય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરતના વૈજ્ઞાનિક સની કાબરાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે ભારત અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે , અંતરીક્ષમાં ચાલતી ગતિવિધિઓને ઝીલવા રોકેટ અગત્યનુ સાધન છે. માટે આ વિષયની સરળ સમજ આપવામાં આવી હતી. માર્ગદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને રોકેટ લોન્ચિંગનો સંપૂર્ણ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો.