ગાંધીનગરના B.S.F. મુખ્યાલય ખાતે બેટી બચાવો, બેટી પઢાઓના કાર્યક્રમનું કરાયું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક ભારતના નિર્માણ માટે મહિલાને પુરૂષ સમોવડી બનાવવાની નેમ ધરાવે છે. દેશનાં બીજી તરફ પુરૂષોની સરખામણીમાં મહિલાની સરેરાશ વસતી ઘટી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક ભારતના નિર્માણ માટે મહિલાને પુરૂષ સમોવડી બનાવવાની નેમ ધરાવે છે. દેશનાં બીજી તરફ પુરૂષોની સરખામણીમાં મહિલાની સરેરાશ વસતી ઘટી રહી છે. આ સંદર્ભમાં સમાજના છેલ્લા વર્ગ સુધી બેટી બચાવો, બેટી પઢાઓનો સંદેશો પહોંચાડવા પ્રયાસ થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના ગીત અને નાટક વિભાગ દ્વારા મહિલા વિકાસ માટે ખાસ કાર્યક્રમ થઈ રહ્યા છે. ગાંધીનગરના B.S.F. મુખ્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. છત્તીસગઢના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ થયો ત્યારે કેન્દ્રીય સંગીત અને નાટક વિભાગના અધિકારી ડૉ.પંકજ ડાબાડે પણ ઉપસ્થિત રહ્યા હતા.